ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 7:59 એ એમ (AM)

printer

સુજલામ સુફલામ્ જળ-અભિયાન અને કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ચાર હજાર 804 કામોને મંજૂરી અપાઇ

બનાસકાંઠા જિલ્લામાં “સુજલામ સુફલામ્ જળ અભિયાન – કેચ ધ રેઇન 2.0-2025 ” અંતર્ગત કુલ ચાર હજાર 804 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ ગ્રામ વિકાસ એજન્સીના 2 હજાર 960 વન વિભાગના 51, વોટર સેડ વિભાગના 4, નર્મદા યોજનાના 11, નગરપાલિકાના 80, જળસંપત્તિ વિભાગના 1 હજાર 370 અને પાણી પુરવઠા વિભાગના 328 કામોનો સમાવેશ થાય છે.સહિયારા પ્રયાસો દ્વારા જળ સંકટને દૂર કરવા પર ભાર મૂકીને આ ફક્ત સરકારી કામો જ નથી પરંતુ સમાજના કાર્યો છે તેમ સમજીને તમામને સહયોગ આપવા બનાસકાંઠા કલેક્ટરે સૌને અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ