ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2025 1:59 પી એમ(PM)

printer

સી પી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સી પી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, શ્રી સી પી રાધાકૃષ્ણનના પુરોગામી જગદીપ ધનખડ અને અમિત શાહ, રાજનાથ સિંહ, જે પી નડ્ડા, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.
9 સપ્ટેમ્બરે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રી રાધાકૃષ્ણન વિજયી બન્યા હતા. NDAના ઉમેદવાર રાધાકૃષ્ણને 452 મતો મળ્યા હતા, તેમણે ઇંડી ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને 152 મતોની સરસાઈથી હરાવ્યા હતા.