અમદાવાદના પોલિસ કમિશનર જી એસ મલિકે આજે જણાવ્યું છે કે, સીસીટીવી પ્રોજેક્ટને કારણે શહેરમાં ગુનાઓ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં છેલ્લાં છ મહિનામાં નોંધાયેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.શ્રી મલિકે જણાવ્યું કે, શહેરમાં ગુનાઓ કાબુ હેઠળ છે અને ગંભીર પ્રકારના ગુના ઓછા થઈ રહ્યા છે. શહેરમાં 22 હજારથી વધુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હોવાથી ચોરી અને લૂંટ જેવા ગુનાઓનો ઝડપથી ઉકેલ આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટના દરમિયાન પોલિસે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
Site Admin | જુલાઇ 15, 2025 6:43 પી એમ(PM)
સીસીટીવી પ્રોજેક્ટને કારણે અમદાવાદમાં ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો