સીરીયાનાં દરિયાકાંઠાનાં લતાકીયા ક્ષેત્રમાં સીરીયાનાં સૈનિકો અને પદ પરથી દૂર કરાયેલા બશર-અલ-અસાદને વફાદાર દળ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં મૃત્યુ પામનારાનો આંક 500 ને આંબી ગયો છે. ઈંગ્લેન્ડ ખાતેની સીરીયન માનવ અધિકાર સંસ્થાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીનાં સંધર્ષમાં 330 નાગરીકો, 93 સીરીયાના સૌનિકો અને 120 બળવાખોરોનાં મોત નિપજ્યાં છે. દરમિયાન સીરીયામાં સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, સીરીયામાં દળોએ ઝડપી કાર્યવાહી કરીને વિદ્રોહી દળોનાં કબજા હેઠળનાં ઘણાં વિસ્તારો પાછા મેળવ્યાં છે.
Site Admin | માર્ચ 8, 2025 7:13 પી એમ(PM)
સીરીયાનાં દરિયાકાંઠાનાં લતાકીયા ક્ષેત્રમાં સીરીયાનાં સૈનિકો અને પદ પરથી દૂર કરાયેલા બશર-અલ-અસાદને વફાદાર દળ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં મૃત્યુ પામનારાનો આંક 500 ને આંબી ગયો છે
