ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 8:47 એ એમ (AM) | સીરિયા

printer

સીરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી છે.

સીરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી છે. વર્ષ 2018 બાદથી રાજધાનીને પ્રથમ વખત આવા જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.
બળવાખોર સેનાના પ્રવક્તા હસન અબ્દુલ ગનીએ એક ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે, દમિશ્કને કબજે કરવાના અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. વર્ષ 2018માં સરકારી દળોએ આ વિસ્તાર પર ફરીથી કબજો કર્યો ત્યારથી બળવાખોર દળો અત્યાર સુધી દમિશ્કની બહારના વિસ્તારો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હતા, પરંતુ તાજેતરમાં બળવાખોર દળોએ ઇઝરાયેલની સરહદે આવેલા ક્યૂનીત્રા અને દારા વિસ્તારો પર કબજો કરી લીધો છે.
ઇઝરાયેલની સેનાએ પોતાના વિસ્તારની નજીક વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગોલાન પહાડી વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે, આ વિસ્તારમાં વધારાની સેના અને હવાઈદળની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે સાંજે ઇઝરાયેલી સેનાએ તેની સરહદ નજીકના હાદર શહેરની નજીકના હુમલાને નિવારવામાં સંયુક્ત રાષ્ટ્ર દળોને મદદ કરી હતી. દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના દમિશ્ક છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.