ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 10:05 એ એમ (AM)

printer

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં મૃત્યુઆંક એક હજારથી વધુનો થયો.

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણોમાં મૃત્યુઆંક વધીને 1,000 થયો છે, જેમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે. હિંસા ગુરુવારે જાબલેહમાં શરૂ થઈ હતી અને ત્યારથી તે ભૂમધ્ય દરિયાકિનારા સુધી ફેલાઈ ગઈ છે. પદ પરથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદના વફાદાર દળોએ સરકારી સૈનિકો પર હુમલો કર્યા પછી આ અથડામણ શરૂ થઈ હતી, જેમાં 16 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. અર્ધલશ્કરી જૂથોએ જવાબી કાર્યવાહી શરૂ કરતાં હિંસા વધુ ફેલાઈ હતી.