ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 5, 2024 8:44 એ એમ (AM) | સીમા સુરક્ષા દળ-બીએસએફ

printer

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
બીએસએફની આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પાંચ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ – હેરોઈન અને એક ડ્રોન મળી આવ્યું હતું. અમારા સંવાદદાતાએ બીએસએફના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બીએસએફ જવાનોને ગુરદાસપુરના સરહદી વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ અંગેની માહિતી મળી હતી. તેઓએ પંજાબ પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું અને ફાર્મ હાઉસમાંથી ચાર કિલોગ્રામથી વધુ હેરોઈન સાથે બે દાણચોરોની ધરપકડ કરી હતી. ફાઝિલ્કા, અમૃતસર અને તરનતારનમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં અન્ય એક દાણચોરની ધરપકડ કરવામાં આવી હતી અને હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. વધુ તપાસ માટે આરોપીઓને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા છે.