કચ્છ જિલ્લાના સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદર પરથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા મુજબ આ સિગારેટની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવી હતી અને તેને ખોટી રીતે “કોર પેપર પાઇપ ઇન બેલ્સ” તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન વિસંગતતાઓ અને નિયમોનું પાલન ન થતાં ફરજિયાત ચકાસણી પ્રક્રિયાઓ દરમિયાન આ જથ્થાને અટકાવવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન, સિગારેટના આશરે 99 જેટલા મોટા બોક્સમાં 4 હજાર 956 કાર્ટન, 49 હજાર 560 પેકેટ અને 9 લાખ 91 હજાર 200 સિગારેટ મળી આવી હતી.
Site Admin | ડિસેમ્બર 7, 2025 7:08 પી એમ(PM)
સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદરેથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો