કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનેગારોમાં પૂણેનાં 10, હૈદરાબાદના 5 અને વિશાખાપટ્ટનમમાં 11નો સમાવેશ થાય છે. સીબીઆઇએ ઇલેક્ટ્રોનિક્સ સાધનો, મોબાઇલ ફોન, લેપટોપ, નાણાકીય માહિતી, કમ્યુનિકેશન રેકોર્ડ સહિત 950 ચીજો પણ જપ્ત કરી છે. ટીમને 58 લાખ રૂપિયા રોકડ, ત્રણ લક્ઝરી વાહનો અને લોકરની ચાવી પણ મળી આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:37 પી એમ(PM)
સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી
