ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે.
આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમાં વધારો થયો છે.