ગીર સોમનાથ જિલ્લાએ સી.એમ.ડેશબોર્ડની કામગીરીમાં ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.વર્તમાન કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વિવિધ કામગીરી અને યોજનાઓ તથા સરકારી કામગીરીનો માસિક સમિક્ષા કરવામાં આવી. ટૂંકાગાળામાં જિલ્લાએ સમગ્ર રાજ્યમાં સરકારી કામગીરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ જિલ્લાઓ રાજ્ય સરકારની યોજનાઓ અને તેના અમલીકરણના વિવિધ પાસાઓ અંગેની વિગતો ડેશબોર્ડ પર નિયમિત રીતે મૂકે છે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:48 એ એમ (AM)
સીએમ ડેશબોર્ડની કામગીરીમાં ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે