એપ્રિલ 21, 2025 9:44 એ એમ (AM)

printer

સિયાચીન ગ્લેશિયરમાં રવિવારે ફરજ બજાવતી વખતે એક સૈનિક શહીદ થયા

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયાચીન ગ્લેશિયરમાં રવિવારે ફરજ બજાવતી વખતે એક સૈનિક શહીદ થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, નાયબ સુબેદાર બલદેવ સિંહે સિયાચીન ગ્લેશિયરમાં ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.સેનાના લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગે શહીદ સૈનિકને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.