નવેમ્બર 4, 2025 9:47 એ એમ (AM)

printer

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આવતીકાલથી 8 નવેમ્બર સુધી આ ટીમ બાંગ્લાદેશની સરહદે આવેલા ઉત્તર બંગાળના કૂચ બિહાર, જલપાઇગુડી અને અલીપુરદુઆર જિલ્લાઓની સમીક્ષા કરશે.પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ પણ ટીમ સાથે રહેશે.