ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

printer

સિદ્ધપુર ખાતે બે દિવસીય માતૃવંદના મહોત્સવને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે બે દિવસીય માતૃવંદના મહોત્સવને ગઈ કાલે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો હતો.
સિદ્ધપુર સંસ્કૃતિનું ધરોહર અને પૌરાણિક યાત્રાધામ છે. અહીં માતૃ તર્પણનો મોટો મહિમા છે. શ્રી બળવંતસિંહે ભાવિ પેઢી સુધી રાજયનાં સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા આહ્વાન કર્યું તેમજ તમામ સદગત માતાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા પાટણ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે સિદ્ધપુર બિંદુ સરોવરની સંનિધિમાં યોજાયેલા માતૃવંદના ઉત્સવ 2024″નું આજે સમાપન થશે.