સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું. રોહિત શર્માને અણનમ ૧૨૧ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો. અગાઉ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ભારતને ૨૩૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જોકે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી. ભારત હવે ૨૯ ઓક્ટોબરથી શરૂ થતી પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 6:56 પી એમ(PM)
સિડની ખાતેની ત્રીજી વન ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે વિજય