સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી છે. ગુરુ પરબના નામે ઓળખાતી ગુરુનાનક જંયતીની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ગુરુનાનક દેવ સિખ ધર્મના 10 ગુરુમાંથી પહેલા ગુરુ હતા. કારતક પૂનમ નિમિત્તે દર વર્ષે ગુરુ પરબ ઑક્ટોબર કે નવેમ્બર મહિનામાં ઉજવામાં આવે છે. આ સિખ ધર્મના સૌથી પાવન તહેવારમાંથી એક આ પર્વની દેશ અને વિદેશમાં શ્રદ્ધાળુઓ ધામધૂમથી ઉજવણી કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રકાશ પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું, ગુરુનાનક દેવજીએ માનવજાત સમક્ષ સત્યનો પથ પ્રદર્શિત કર્યો. અધ્યાત્મના ઊંડાણને તેમણે સરળ શબ્દોમાં સમજાવ્યું. તેમણે સમાજમાં પ્રવર્તતા ભેદભાવ દૂર કરીને સેવા અને સમાનતાનો શાશ્વત સંદેશ ફેલાવ્યો હતો. તેમનો ઉપદેશ સદૈવ માનવજીવનના કલ્યાણ અને શાંતિનો માર્ગ બતાવતો રહેશે.
Site Admin | નવેમ્બર 5, 2025 3:06 પી એમ(PM)
સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે 556-મી જયંતી..