જૂન 2, 2025 10:37 એ એમ (AM)

printer

સિક્કિમ સરકાર પાંચ વર્ષના સમયગાળા બાદ ભગવાન શિવજીના નિવાસ-સ્થાન કૈલાસ માનસરોવર યાત્રા યોજવાની તૈયારી

સિક્કિમ સરકાર પાંચ વર્ષના સમયગાળા બાદ ભગવાન શિવજીના નિવાસ-સ્થાન કૈલાસ માનસરોવર યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. આગામી 15 જૂનથી તીર્થયાત્રીઓના પહેલા સમૂહના ગંગટૉક પહોંચવા સાથે યાત્રા શરૂ થશે. રાજ્ય સરકારના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સી. એસ. રાવે જણાવ્યું, યાત્રા ગંગટોકથી શરૂ થશે અને કૈલાસ માનસરોવર સુધી પહોંચવા ચીનના ક્ષેત્રને પાર કરવાની સાથે પહેલા નાથૂલા સુધી પહોંચશે. સરળ યાત્રા માટે ગંગટોક અને નાથૂલા વચ્ચે અનુકૂલન કેન્દ્ર સ્થાપિત કરાયા છે. આ યાત્રા અંદાજે 20-21 દિવસમાં પૂરી થવાની સંભાવના છે.