ઓગસ્ટ 8, 2025 10:04 એ એમ (AM)

printer

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો

સિક્કિમમાં કૈલાશ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો. નાથુલા પાસથી મુસાફરી કરી રહેલા આ છેલ્લા અને દસમા સમૂહમાં અધિકારીઓ સહિત કુલ પચાસ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આજે તેમને ગંગટોક ખાતે ITBPના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે.આ યાત્રા 11 થી 12 દિવસમાં પૂર્ણ થવાની ધારણા છે. પાંચ વર્ષના અંતરાલ પછી, આ વર્ષે સિક્કિમના નાથુલા માર્ગથી યાત્રા ફરી શરૂ થઈ છે.