ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 5, 2025 2:12 પી એમ(PM)

printer

સિક્કિમના ચાટેનમાં ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ફરી શરૂ.

સિક્કિમમાં પાક્યોંગ ગ્રીનફિલ્ડ હવાઈમથક પર આજે ચાટેનમાંથી ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. બે MI-17 હેલિકોપ્ટર અત્યાર સુધીમાં સફળતાપૂર્વક બે ઉડાન પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં 63 લોકોને ચેટેનથી પાક્યોંગ હવાઈમથક સુધી પહોંચાડવામાં આવ્યા છે.
પ્રવાસીઓને સિલીગુડી સુધી અવરજવરની સુવિધા પૂરી પાડવા સિક્કિમ સરકારે બસોની વ્યવસ્થા કરી છે. વધુમાં, MI-17 હેલિકોપ્ટર ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બાગડોગરા પહોંચાડવામાં મદદ કરવા તૈયાર છે, જેથી જરૂરિયાતમંદ લોકો માટે સહાય અને સલામત પરિવહન સરળતાથી ઉપલબ્ધ રહે. હવામાનની સ્થિતિને આધારે બપોર સુધીમાં સ્થળાંતર પૂર્ણ થવાની શક્યતા છે.