ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 11, 2025 3:05 પી એમ(PM)

printer

સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યુ, સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી છે. જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સિંહ સંવર્ધન પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનારમાં શ્રી બેરાએ જણાવ્યુ કે કેન્દ્ર સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને રાજ્ય સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુડ પ્રેક્ટિસ ફોર ધી લોંગ ટર્મ કન્ઝર્વેશન ઓફ એશીયાટીક લાયનસ ઇન ગુજરાત અને ગ્રોંઈંગ ટુ ગેધર હાઈલાઈટિંગ હાર્મોની ઓફ કન્ઝર્વેશન એન્ડ કોમ્યુનિટી પુસ્તકનું વિમોચન કરાયું. આ સેમીનારમાં વિવિધ દેશના 160થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.