મે 19, 2025 8:01 પી એમ(PM)

printer

સિંધુ જળ સંધિ મોકૂફ રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને લાભ થશે : કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે.’ નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું.

શ્રી ચૌહાણે ઉમેર્યું, ભવિષ્યમાં આ જળના ઉપયોગ અંગે એક વ્યાપક વ્યૂહરચના બનાવવામાં આવશે, જેનાથી તમામ લોકોને મહત્તમ લાભ મળી શકે. તેમણે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું, પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે.