ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 4, 2025 9:07 એ એમ (AM) | સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ

printer

સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.

સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.આ મેચમાં ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલે મૅક્સિકૉના માર્કૉસ મેડ્રિડ અને અરાંત્ક્સા કોસિયોનો જોડી સામે રમશે.ભારતીય સમય મુજબ આ મેચ બપોરે સાડા 3 વાગ્યે શરૂ થશે.
આ તરફ મહિલા ડબલ્સ સ્પર્ધામાં ભારતનાં અહિકા મુખરજી અને સુતિર્થા મુખરજી થાઈલૅન્ડનાં સુથાસિની સાવેટ્ટાબટ અને ઑરાવાન પરાનાંગ સામે રમશે.ભારતીય ખેલાડી યશશ્વિની ઘોડપડે અને ઑસ્ટ્રેલિયાનાં તેમનાં જોડીદાર મિન્હયુન્ગ જી આજે સવારે સ્વિડનના લિન્ડા બર્ગસ્ટ્રૉમ અને ક્રિસ્ટિના કાલબર્ગ સામે રમશે.
આ પહેલા મહિલા સિંગલ્સમાં ભારતનાં મુખ્ય ખેલાડી શ્રીજા અકુલા ચીનનાં હે ઝુઓજિયા સામે 3-2થી હારી ગયાં હતાં.તેમનાં સાથી મનિકા બત્રા પણ રોમાનિયાનાં એલિજાબેટા સમારાથી 3-1થી હાર્યા હતાં. જ્યારે શરૂઆતના રાઉન્ડમાં યશશ્વિની ઘોડપડે જાપાનનાં મિવા હારિમોતો સામે ત્રણ શૂન્યથી હારી ગયાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.