સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવડીયા જીપ્સી સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઝડપી પાડ્યા છે.આરોપીઓએ સરકારની વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતા વધારે રકમ વસૂલી હતી. તપાસ દરમિયાન સાસણગીરથી બે અને અમદાવાદથી એક એમ ત્રણ આરોપીઓ ઝડપાયા હોવાનું ગાંધીનગરના સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)
સાસણગીર ખાતે ગીર જંગલ સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ