રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર છે.  જ્યારે 82 જળાશય 100 ટકાથી ભરાયા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ છે.  ત્યારે 15 દરવાજા ખોલી અઢી લાખ ક્યુસેક પાણી છોડાશે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે પણ નર્મદા નદીમાં પાણીની આવકની શક્યતાને પગલે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે.
બીજી તરફ ઉકાઈ બંધમાંથી એક લાખ 33 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. જ્યારે ભારે વરસાદના કારણે ભરૂચનો ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. દરમિયાન કરજણ બંધમાંથી 28 હજાર ક્યુસેક સુખી બંધમાંથી 4 હજાર 105 ક્યુસેક પાણી છોડાયું છે. 
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM)
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર….
 
		 
									 
									 
									 
									 
									