સારવારની આડમાં માનવ જીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું..
ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા યોજાયેલી બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.. તેમણે જણાવ્યું હતું કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદ્રઢ કરવામાં આવશે, અને નવી ટીમ બનાવીને હોસ્પિટલોની સમયાંતરે વિઝિટ કરાવીને રિપોર્ટ મંગાવવામાં આવશે.