ડિસેમ્બર 8, 2025 7:33 પી એમ(PM)

printer

સાયબર ગુનેગારો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગેગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણીકરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી.
દરમિયાન નિર્દોષ ખાતાધારકના ખાતામાં પૈસા આવી ગયા હોય અને સાયબર ગુનામાં કોઈ જોડાણન હોય તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ તેમણે જણાવ્યું.
બેઠકમાં CID ક્રાઈમના મહાનિદેશક, વિવિધ પોલીસ કમિશનર, તમામ રેન્જ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ વડા જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.