રાજ્ય સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની રકમની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો છે. આ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા વરિષ્ઠ નાગરિકને રોકાણ કરાવી 10 હજાર રૂપિયાનો નફો પાછો આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વધુ રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતાઓ અને વોલેટમાં કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 16, 2025 7:17 પી એમ(PM)
સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો