સાયબર ગુનાઓના કારણે રાજ્ય સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. રાજ્ય સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે 150 કરોડ રૂપિયાની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે. આ માટે 11 હજાર 600 ફરિયાદો નોંધાઈ છે. ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના બે હજાર 270 કેસ, કાર્ડના એક હજાર 151 કેસ, ઓનલાઇન શોપિંગના એક હજાર 130 કેસ તથા અન્ય એક હજાર 402 સહિત 11 હજાર 600 કેસ નોંધાયા હોવાની માહિતી સ્ટેટ સાયબર સેલના એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ આપી હતી.ઓનલાઇન છેતરપિંડી ના કિસ્સામાં સોશિયલ મીડિયામાં કોઈપણ લાલચમાં ન આવવા ની અપીલ પણ સ્ટેટ સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 22, 2024 2:48 પી એમ(PM) | સાયબર ગુના
સાયબર ગુનાઓના કારણે રાજ્ય સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ
