સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાયબર ગુનામાં નાગરિકોની 61 કરોડ રૂપિયાની રકમને બચાવવામાં સફળતા મળી છે. આ કેન્દ્રને આ મહિને નાગરિકો તરફથી 121 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. તેમાંથી 50 ટકા સુધીની રકમને બચાવી લેવાઈ છે. સાયબર ગુના માટેની હૅલ્પલાઈન 1930 નંબર પર રવિવારે એક હજાર 475 જેટલા કૉલ મળ્યા. તેમાંથી 685 કૉલ આર્થિક ગુના સંબંધિત હોવાનું સાયબર ક્રાઈમના SP ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 30, 2025 7:31 પી એમ(PM)
સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ સાયબર ગુનામાં ભોગ બનેલા નાગરિકોની 61 કરોડ રૂપિયાની રકમને બચાવવામાં સફળતા મેળવી.