સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.આ મહિના દરમ્યાન ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિજ્ઞાન કેન્દ્રો ખાતે વર્કશોપ, વિજ્ઞાન મેળા, વ્યવહારુ પ્રયોગો, વૈજ્ઞાનિકો દ્વારા વાર્તાલાપ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.એક મહિના સુધી ચાલેલી આ ઉજવણીમાં ત્રણ લાખ 49 હજાર 252 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાન ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અને વૈજ્ઞાનિક સ્તરે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે યુવાનોને પ્રેરણા સજ્જ કરવાનો હતો.પાટણ રીજીયોનલ સેન્ટર ખાતે ગઈકાલે વિજ્ઞાન દિવસની કરાયેલી ઉજવણીમાં વિવિધ જિલ્લાની 53 શાળા 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ગણિત આધારિત 59 જેટલા મોડેલ રજૂ કરાયા હતા.
Site Admin | માર્ચ 1, 2025 10:04 એ એમ (AM)
સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.