ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) | aakashvaninews | aakshvani | Gujarat | India | NTA

printer

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે.
NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા મે મહિનામાં ભારત બહારના 26 શહેરો સહિત 379 શહેરોના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવી હતી.