ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM) | મંત્રાલય

printer

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું હતું.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમારે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ લાગુ થયા પછી, આ કાયદાએ વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા લાવવામાં મદદ કરી છે અને તેમના સશક્તિકરણને સુનિશ્ચિત કર્યું છે. તેમણે કહ્યું કે આ વર્ષે પર્પલ ફેસ્ટ માટે કુલ 65 હજાર લોકોએ નોંધણી કરાવી છે. તેમણે દિવ્યાંગ લોકો દ્વારા બનાવેલા ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો.