ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 10, 2025 7:15 પી એમ(PM) | રિવરફ્રન્ટ

printer

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે

આવતીકાલથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થનારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 46 દેશોના 143 પતંગ બાજો અવનવા પતંગો સાથે પતંગ ઉડાડશે. ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતનાં 11 શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.