સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને 30 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો, રાજ્યમાં ગઇકાલે 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યના 26 તાલુકામાં ગઇકાલે એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 56 ટકાથી વધુ થયો છે.
Site Admin | જુલાઇ 27, 2025 9:29 એ એમ (AM)
સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
