હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
દરમિયાન માછીમારોને આગામી 30 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો, રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો થયો છે.