ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 7:21 પી એમ(PM)

printer

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર-વિચિત્રનો મેળો યોજાયો

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર-વિચિત્રનો મેળો યોજાયો. જેમાં રાજ્યની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.સાબરમતી, આકુળ અને વ્યાકુળ ત્રિવેણી સંગમ તટે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં
યોજાયેલા બે દિવસીય મેળામાં, આદિવાસી લોકો મોડી રાત સુધી ભજન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે. અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધી કરે છે. આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ સોળે શણગાર સજીને આવે છે. તેઓ મેળામાં એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતિક સ્વરૂપે એકબીજાને પાન ખવડાવે છે. તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને, ચગડોળમાં બેસીને, ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો.