માર્ચ 15, 2025 10:27 એ એમ (AM)

printer

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-ગુજકેટની પરીક્ષા અંગે ચર્ચા-વિચારણા

સાબરકાંઠામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં યોજાય તે હેતુથી પરીક્ષા કેન્દ્ર પર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુ એ પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે.
પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત મોબાઇલ ફોન, પેજર, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ, ટેબલેટ, સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકાશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.