જુલાઇ 29, 2025 7:01 પી એમ(PM)

printer

સાબરકાંઠાની 12 મહિલાઓ આવતા મહિને ચેન્નઈમાં રમાનારી રાષ્ટ્રીયકક્ષાની ટૅનિસ બૉલ ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

સાબરકાંઠાની 12 જેટલી મહિલાઓની રાષ્ટ્રીય કક્ષાની ટૅનિસ બૉલ ક્રિકેટ ટૂર્નામૅન્ટ માટે પસંદગી થઈ છે. તેઓ આવતા મહિને ચેન્નઈમાં યોજાનારી સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલી 14માંથી 12 મહિલા સાબરકાંઠાની છે. અગાઉ રાજ્યકક્ષાની આ સ્પર્ધા સાબરકાંઠાના હિમ્મતનગરમાં રમાઈ હતી.