એપ્રિલ 1, 2025 10:22 એ એમ (AM)

printer

સાબરકાંઠાના ખેલાડી અજયસિંહ ચુડાસમાની જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી

સાબરકાંઠાના પ્રાંતિજના ખેલાડી અજયસિંહ ચુડાસમાની જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી થઈ છે. મળતી માહિતી મુજબ, હાલમાં આ ખેલાડી પાટણની શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ભણે છે. પંજાબના અમૃતસરની ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાં 29 માર્ચે યોજાયેલી ટ્રાયલ ગેમમાં અજયસિંહ ચુડાસમાએ સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે ફૉઈલ વ્યક્તિગત સ્પર્ધામાં કુલ ત્રણ મૅચ જીતી. તેમજ સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી આ સિદ્ધિ મેળવી છે. તેમની પસંદગી બદલ યુનિવર્સિટી અને કૉલેજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.