સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવાયા. ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રતનપુર ખાતે સાબરમતી નદીમાં આ લોકો ફસાયા હતા. ત્યારે વહેલી સવારે વહીવટી તંત્ર અને NDRF ની ટીમ દ્વારા તમામ લોકોનું રેસક્યું કરાયું છે. આ તરફ ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં જળસ્તર વધતા જુના કોબા વિસ્તારમાંથી 69 લોકોને જ્યારે મેશ્વો નદીમાં જળસ્તર વધતાં દહેગામના 23 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે
ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના 11 જેટલા માર્ગ બંધ કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 3:22 પી એમ(PM)
સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવાયા.