ઓગસ્ટ 1, 2025 2:45 પી એમ(PM)

printer

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે.

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત સતિષ પટેલે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેઓ ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનુ વાવેતર કરે છે. સતિષભાઈ જણાવે છે કે તેઓ મગફળી, સોયાબીન, મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, જેવી શાકભાજીની ખેતી કરીને સારું ઉત્પાદન પણ મેળવે છે. તેઓ પાસે બે મોટી ગાય અને બે વાછરડી છે. તેમજ ગાય નિભાવ સહાય સરકાર દ્વારા મેળવે છે.