સાપુતારા ખાતે ‘વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’ નો રંગારંગ પ્રારંભ થયો છે.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઇકાલે આ ફેસ્ટિવલ ખુલ્લો મૂકયો.
આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે, સાપુતારામાં વર્ષ ૨૦૦૯થી મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિધ ફેસ્ટિવલો દ્વારા અહીં આવતાં પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારી તંત્ર કટ્ટીબધ છે, આ પ્રસંગે જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાને પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણવા સાથે જ સ્વછતા જાળવવા અપીલ કરી હતી.
ઉદ્ઘાટન સમારોહની સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. જેમાં ડાંગના સ્થાનિક કલાકારો દ્વારા દેશ વિદેશમાં પ્રખ્યાત ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
ડ્રોન લાઇટ શો દ્વારા સાપુતારા, એડવેન્ચર પ્રવૃત્તિઓ તથા અન્ય પ્રતિકોની રચનાઓથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરાયા હતાં.
Site Admin | ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)
સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫ નો પ્રારંભ