ઓક્ટોબર 27, 2024 9:26 એ એમ (AM) | archery competition | dang | saputara | subir

printer

સાપુતારામાં 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન

ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાન ખેલાડીઓને પ્રેરણા આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2036ની ઓલમ્પિકમાં તિરંદાજી સ્પર્ધામાં ભારતના ખેલાડીઓને તૈયાર કરવાનો અને સુવર્ણચંદ્રક અપાવવા માટેનો છે. ડાંગ ખાતેની આ સ્પર્ધામાં રાજ્યના 33 જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.