આજથી અમદાવાદ ખાતે ટેનિસ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. આ ટેનિસ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે ભારતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા રોહન બોપન્નાની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ખેલાડીઓથી ભરેલી આઠ ટીમો વચ્ચે ટેનિસ પ્રીમિયર લીગ યોજાશે.ગુજરાત યુનિવર્સિટી ટેનિસ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પેન્થર્સ, ગુડગાંવ ગ્રાન્ડ, એસજી પાઇપર્સ, ચેન્નઈ સ્મેશર્સ, હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ, રાજસ્થાન રેન્જર્સ, મુંબઈ ઇગલ, જીએસ દિલ્હી ટીમો ભાગ લઈ રહી છે.આ ટીમમાં દેશ-વિદેશના ટોપ 50 ખેલાડીઓ પૈકીના જાણીતા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. દેશ-વિદેશના નામી ખેલાડીઓ ઉપરાંત યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવશે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ઉપસ્થિતીમાં આજથી અમદાવાદમાં ટેનિસ પ્રિમિયર લિગનો આરંભ