ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 2:41 પી એમ(PM)

printer

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગતનો 37 હજાર 325 મતોથી વિજય થયો છે. ત્રિકોણીય મુકાબલામાં તેમણે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરલને હરાવ્યા છે.. કોંગ્રેસના ઉમેદવારને 16 હજાર 757 મતો મળ્યા છે. હિમાચલ પ્રદેશની દહેરા બેઠક પર મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખ્ખુનાં પત્ની અને કોંગ્રેસના ઉમેદવાર કમલેશનો વિજય થયો છે. જ્યારે હમીરપુર બેઠક પર ભાજપના આશીષ શર્મા જીત્યા છે. ગયા બુધવારે પશ્ચિમ બંગાળની ચાર, હિમાચલ પ્રદેશની ત્રણ, ઉત્તરાખંડની બે, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ અને તામિલનાડુની એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.