સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતીય જોડીએ આજે સવારે સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઈપેઈના ચેન ચેંગ કુઆન અને લિન બિંગ-વેઈને 21-17, 21-15થી હરાવ્યા હતા.
આજે સાંજે પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચાઇનીઝ તાઈપેઈના ચૌ ટિએન-ચેન સામે થશે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યે ભારતના આયુષ શેટ્ટીને 21-16, 17-21, 21-13થી હરાવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 1:27 પી એમ(PM)
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કર્યો.