સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 6 ટકાનો વધારો કરાયો છે. પહેલી જાન્યુઆરી, 2025થી મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે.
આ નિર્ણય અંતર્ગત છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવા અને પંચાયત સેવા તથા અન્ય મળી 4 લાખ 78 હજાર કર્મચારીઓ અને 4 લાખ 81 હજાર પેન્શનર્સને લાભ મળશે.
Site Admin | એપ્રિલ 16, 2025 7:54 પી એમ(PM)
સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો