સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકો પર કડક દંડ ફટકારવામાં આવશે. સાઉદી મંત્રાલયની તાજેતરની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ દંડ 10 જૂન 2025 સુધી અમલમાં રહેશે. મંત્રાલયે કહ્યું કે માન્ય પરવાનગી વગર હજ પર આવવાનો પ્રયાસ કરનારા દરેક પાકિસ્તાનીને વીસ હજાર સાઉદી રિયાલનો દંડ કરવામાં આવશે. આ દંડ મક્કામાં પ્રવેશતા અને રહેતા તમામ પ્રકારના વિઝા ધારકો પર લાગુ થશે.આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાને ગઈકાલે ઇસ્લામાબાદથી 442 હજ યાત્રીઓના પ્રથમ બેચ સાથે સત્તાવાર રીતે હજ ફ્લાઇટ ઓપરેશન શરૂ કર્યું હતું.દર વર્ષે પરમિટ વિના હજ કરનારા નાગરિકો, ગેરકાયદેસર યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. સાઉદી અરેબિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં ચાર હજાર સાતસો પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા છે. સાઉદી અરેબિયાએ આ પરત પાકિસ્તાનીઓના નામ અને પાસપોર્ટને નો-ફ્લાયર સૂચિમાં સમાવવા માટે કહ્યું છે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:01 એ એમ (AM)
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું, હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને કડક દંડ કરાશે
