ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 2, 2024 4:07 પી એમ(PM)

printer

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા.સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે 17 મી સપ્ટેમ્બર થી 2 જી ઓકટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા કાર્ય કરાશે.આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત 1500 વૃક્ષો વાવી પર્યાવરણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સાથોસાથ આ અભિયાન માટે એક આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકોએ ઉત્સાહભેર આ આયોજનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા માટેના શપથ લીધા હતા.
દૂતાવાસ દ્વારા ઘરે ઘરે જઈને સફાઇ અને હાયજીન માટેનો સંદેશ પહોચાડ્યો હતો. ભારતીય સંઘે રિયાધની કમ્યુનિટિ શાળામાં સ્વચ્છતા અંગે જાણકારી આપવાની સાથે સ્વચ્છતા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું