સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન-SAFF ચેમ્પિયનશિપમાં ભારતે અંડર-19ની ફાઇનલમાં રોમાંચક શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને ચેમ્પિયનશિપ જીતી છે. અરુણાચલ પ્રદેશના યુપિયામાં રમાયેલી મેચમાં સુકાની સિંગમયુમ શમીએ ગોલ કર્યો હતો. બાંગ્લાદેશે 61મી મિનિટમાં ગોલ કરીને બરાબરી કરી હતી. મેચના નિર્ધારિત સમયના અંતે મેચ 1-1 થી બરાબરી પર રહેતાં પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને કેપ્ટન શમીએ વધુ એક ગોલ કરીને ભારતને જીત અપાવી.
Site Admin | મે 19, 2025 10:43 એ એમ (AM)
સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન-SAFF ચેમ્પિયનશિપમાં ભારતે અંડર-19ની ફાઇનલમાં રોમાંચક શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને ચેમ્પિયનશિપ જીતી
